ઈ-કોમર્સ પોલિસીના મુસદ્દામાં નોંધપાત્ર ફેરબદલ કરવાની નવી સરકારને ફરજ પડવાની સંભાવના - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 31 March 2019

ઈ-કોમર્સ પોલિસીના મુસદ્દામાં નોંધપાત્ર ફેરબદલ કરવાની નવી સરકારને ફરજ પડવાની સંભાવના

નવી દિલ્હી, તા. 30 માર્ચ, 2019 શનિવાર

ઈ-કોમર્સ પોલિસીના મુસદ્દાની વિવિધ જોગવાઈઓના  મોટાભાગના ઓન-લાઈન રિટેલરો દ્વારા થઈ રહેલા વ્યાપક વિરોધને ધ્યાનમાં રાખી  આવનારી નવી સરકારે આ મુસદ્દામાં નોંધપાત્ર ફેરફાર કરવાની ફરજ પડશે એમ જણાય રહ્યું છે.   

ઈ-કોમર્સ ધોરણો તથા ટ્રેડ-માર્ક અધિકારો સંદર્ભમાં ઓનલાઈન ખેલાડીઓ વધુ સ્પષ્ટતા ઈચ્છી રહ્યા છે. મુસદ્દા પર  સૂચનો મોકલવા માટેની અંતિમ તારીખ ૨૯મી માર્ચ હતી. લોકસભાની ચૂંટણીને કારણે હાલમાં દેશમાં આચારસંહિતા લાગુ હોવાથી પોલિસીને અંતિમ ઓપ આપવાની પ્રક્રિયા માટે નવી સરકારની રચના સુધી રાહ જોવાની રહેશે એમ સરકારી સુત્રો જણાવી રહ્યા છે.

ભારતના વિકાસ માટે ભારતના ડેટાના સૂત્ર સાથેના પોલિસીના મુસદ્દામાં ડેટાના વિવિધ પાસાઓ પર ખાસ ધ્યાન અપાયું છે. મોટાભાગના ઓનલાઈન ખેલાડીઓએ નીતિની કેટલીક જોગવાઈઓમાં ફેરબદલ કરવા સરકારને વિનંતી કરી છે. 

મુસદ્દા પ્રમાણે જ નીતિનો અમલ કરાશે તો, ટ્રેડમાર્કસ અથવા બ્રાન્ડસ ઈ-કોમર્સ ખેલાડીઓને તેમના પ્લેટફોર્મ પર પોતાના પ્રોડકટસ વેચવા સામે ના કહી શકશે. ભારતમાં વેચાણ કરવા ઈરાદો ધરાવતા કોઈ-પણ વિદેશી ઈ-કોમર્સ ખેલાડીએ સ્થાનિક ઓફિસો શરૂ કરવાની રહેશે  અને અહીં તેમના પ્રતિનિધિની હાજરી રાખવાની રહેશે. પોલિસીની આ જોગવાઈ વિદેશી ખેલાડીઓ માટે ભારતમાં ટકી રહેવાનું મુશકેલ બનશે એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું. 

ડિજિટલ સેવાઓ પૂરા પાડતા ખેલાડીઓને પણ આ પોલિસીના પરિઘમાં આવરી લેવામાં આવ્યા છે. 




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2V2HCaV

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages