AIIMSના ઓપરેશન થિયેટરમાં લાગેલી આગ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 27 March 2019

AIIMSના ઓપરેશન થિયેટરમાં લાગેલી આગ

નવી દિલ્હી તા.27 માર્ચ 2019 બુધવાર

પાટનગર નવી દિલ્હીની પ્રસિદ્ધ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS) ના ટ્રોમા સેન્ટરના ઓપરેશન થિયેટરમાં આજે સવારે આગ લાગી હતી. આ સમાચાર મળતાં ચાર લાયબંબા ત્યાં ધસી ગયા હતા.

સદ્ભાગ્યે કોઇ જાનમાલની હાનિ થઇ નહોતી. ફાયર બ્રિગેડના પ્રવક્તાએ કહ્યું કે શોર્ટ સર્કિટથી આગલ લાગી હોવાની શક્યતા છે. અમે તરત ઘટના સ્થળે દોડી જઇને આગને કાબુમાં લીધી હતી.

દરમિયાન, હૉ્સ્પિટલના સ્ટાફે આ વિભાગમાં રહેલા પેશન્ટોને તત્કાળ ત્યાંથી સલામત સ્થળે ખસેડવા દોડાદોડ કરી મૂકી હતી એટલે થોડીવાર તો અફરાતફરી મચી ગઇ હતી. ફાયર બ્રિગેડને સવારે સવા છ વાગ્યે આગ લાગ્યાની જાણ કરાઇ હતી. લાયબંબા ત્યાં પહોંચે એ પહેલાં હૉસ્પિટલના સ્ટાફે આગને કાબુમાં લેવાના પ્રયાસો કર્યા હતા. આ હૉસ્પિટલનો ટ્રોમા વિભાગ એકદમ અંદરની બાજુએ હોવાથી લાયબંબા હૉસ્પિટલમાં પહોંચવા છતાં તરત મદદ કરી શક્યા નહોતા.

(સંદેશો અધૂરો છે)



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YrMQ2o

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages