ભાજપે કાળાને ધોળા કરવા નોટબંધી લાગુ કરી: 40 ટકા કમિશન લીધું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 27 March 2019

ભાજપે કાળાને ધોળા કરવા નોટબંધી લાગુ કરી: 40 ટકા કમિશન લીધું


અમદાવાદના પત્રકારોએ કરેલા આ સ્ટિંગ પરથી પુરવાર થાય છે કે નોટબંધી કાળાના ધોળા કરવા જ લાગુ કરાઇ હતી : સિબ્બલ

કોંગ્રેસે જારી કરેલા સ્ટિંગ ઓપરેશનનો વીડિયો ઇવીએમમાં ચેડાના દાવા જેટલો જ જુઠો છે : જેટલી 

(પીટીઆઇ) નવી દિલ્હી, તા.26 માર્ચ, 2019, મંગળવાર

૨૦૧૬માં મોદી સરકારે નવેમ્બર માસમાં નોટબંધી જાહેર કરી હતી, જે દરમિયાન કાળા નાણાને ધોળા કરી આપવાના અનેક કૌભાંડો બહાર આવ્યા હતા. કોઇ પર કમિશન લઇને કાળા નાણાને બેંકમાં બારોબાર જમા કરી દેવાના પણ આરોપો થયા હતા.

આ સ્થિતિ વચ્ચે હવે એક સ્ટિંગ ઓપરેશનનો વીડિયો જારી કરવામાં આવ્યો છે જેમાં દાવો કરવામા આવ્યો છે કે ભાજપના નેતા નોટબંધી બાદ જુની બે નંબરની નોટોને ૪૦ ટકા કમિશન લઇને બેંકમાં જમા કરાવી ધોળા કરી આપવા પૈસાની લેતીદેતી કરતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 

આ વીડિયો કોંગ્રેસે જારી કર્યો હતો સાથે આરોપ લગાવ્યો હતો કે ચોકીદાર (નરેન્દ્ર મોદી)એ દેશની સાથે ગદ્દારી કરી છે. કોંગ્રેસના નેતા કપીલ સિબ્બલ, ગુલામ નબી આઝાદ, શરદ યાદવ, અહેમદ પટેલ તેમજ અન્ય સાથી પક્ષોના નેતાઓએ એક સાથે પ્રેસ કોન્ફરન્સ કરીને આ વીડિયો જારી કર્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે આ એક સ્ટિંગ ઓપરેશન છે અને અમદાવાદના કેટલાક પત્રકારો દ્વારા આ સ્ટિંગ ઓપરેશન તૈયાર કરવામાં આવ્યું હતું.

જેમા સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે ભાજપના એક નેતા નોટબંધી બાદ કાળા નાણાને ૪૦ ટકા કમિશન પર ધોળા કરી આપવાનું કહી રહ્યા છે અને આ માટે તેઓ પૈસા પણ લઇ રહ્યા છે.  સાથે કોંગ્રેસે નરેન્દ્ર મોદી પર ગરીબોને લૂટવાનો આરોપ લગાવ્યો હતો,

 સિબ્બલે આ વીડિયો જારી કર્યા બાદ જણાવ્યું હતું કે ચોકીદારે દેશ સાથે ગદ્દારી કરી છે, નોટબંધી લાગુ કરીને ગરીબોેને બાદમાં લૂટયા છે. જુની કાળા નાણાની નોટોને સફેદ કરી આપવામાં બેંકોની સાથે આ નેતાઓએ મિલિભગત કરી અને અમદાવાદના પત્રકારો દ્વારા હાથ ધરાયેલા સ્ટિંગ ઓપરેશનમાં ભાજપના નેતા ખુલ્લેઆમ પૈસા લઇને કાળા નાણાને ધોળા કરી આપતા ઝડપાયા હતા.

બીજી તરફ કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલીએ આ સ્ટિંગ ઓપરેશનને જુઠુ ગણાવ્યું હતું, તેમણે જણાવ્યું હતું કે અગાઉ કોંગ્રેસે લંડનમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ઇવીએમમાં ચેડા થયાનો આરોપ લગાવ્યો હતો હવે નોટબંધીમાં ભાજપના નેતાઓએ કમિશન લીધુ હોવાના જુઠા આરોપો લગાવી રહી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HSNTCA

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages