લોકસભાની 2019ની ચૂંટણી મહારાષ્ટ્રમાં ભાજપ તરફથી એક હજાર રેલી યોજાશે: સોમવારે વડા પ્રધાન વર્ધામાં - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 30 March 2019

લોકસભાની 2019ની ચૂંટણી મહારાષ્ટ્રમાં ભાજપ તરફથી એક હજાર રેલી યોજાશે: સોમવારે વડા પ્રધાન વર્ધામાં



(વિશેષ પ્રતિનિધિ) મુંબઇ, તા.29 માર્ચ 2019, શુક્રવાર

ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રમાં પોતાના ઉમેદવારોને જીતાવવા માટે ભરપૂર પ્રયાસ કરવા માટે કમર કચી છે અને આશરે એક હજાર રેલીઓનું આયોજન કરીને ભાજપના નેતાઓ આ રેલીઓમાં પોતાપોતાનો તોપ બુલંદ અવાજમાં ધડાકો કરવા માટે તૈયાર થયા હોવાની જાણકારી પ્રવક્તા કેશવ ઉપાધ્યાયે આજે એક પત્રકાર પરિષદમાં આપી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવાર, ૧લી એપ્રિલ ૨૦૧૯ના દિવસે વર્ધામાં પ્રચારનું રણશિંગૂ ફૂંકવાના છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર પ્રચાર રેલી સ્વાવલંબી શિક્ષણ પ્રસારક મંડળ, વર્દૌના મેદાનમાં યોજવામાં આવી છે. સવારે અગિયાર વાગ્યે આ રેલી થશે, એવું પણ કેશવ ઉપાધ્યાયે જણાવ્યું હતું. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, પ્રદેશાધ્યક્ષ રાવસાહેબ દાનવે પાટિલ સાથે પ્રમુખ નેતાઓની એક હજાર રેલીનું આયોજન મહારાષ્ટ્રમાં કરવામાં આવ્યું છે.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ૨૫ તારીખથી રેલીઓ સંબોધન શરૂ કરી છે, તેઓ આશરે ૭૫થી પણ વધુ રેલીઓ સંબોધન કરશે. અમિત શાહ, નિતિન ગડકરી, રાજનાથ સિંહ, સુષમા સ્વરાજ, યોગી આદિત્યનાથ, સૈયહ શહાનવાઝ હુસેન, રમણસિંહ, મુખ્તાર અબ્બાર નકવી, કેશવ પ્રસાદ મોર્ય, સ્મૃતી ઇરાણી, પ્રકાશ જાવડેકર, ચંદ્રકાંતદાદા પાટીલ, એકનાથ ખડસે, પંકજા મુંડે, વિનોદ તાવડે, સુધીર મુનંગટીવાર, ગિરિશ મહાજન, ગિરિશ બાપટ, અતુલ ભાતખલકર, આશિષ શેલાર, માધવરાવ ભાંડારી, કાંતાતાઈ નલાવડે આ રાજ્યના નેતાઓ રાષ્ટ્રીય નેતાઓ સાથે પણ રેલીઓ કરશે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2I1MfhO

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages