લોકસભા ચૂંટણી 2019: કોંગ્રેસે ગુજરાતના બે ઉમેદવારોના નામ જાહેર કર્યા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 27 March 2019

લોકસભા ચૂંટણી 2019: કોંગ્રેસે ગુજરાતના બે ઉમેદવારોના નામ જાહેર કર્યા


અમદાવાદ, તા. 26 માર્ચ 2019, મંગળવાર

આગામી લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ગુજરાતના વધુ બે ઉમેદવાર જાહેર કર્યા છે. કોંગ્રેસે કચ્છ અને નવસારીના  ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસે કચ્છમાં નરેશ મહેશ્વરી અને નવસારીમાં ધર્મેશ પટેલને ટિકિટ આપવામાં આવી છે.

નોંધનીય છે કે, કોંગ્રેસ દ્વારા આ અગાઇ ગુજરાતની લોકસભાની ચાર બેઠકો પરથી પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જે બાદ આજે વધુ 2 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ સિવાય આ યાદીમાં કોંગ્રેસે ઉત્તરપ્રદેશના રામપુરથી સંજય કપુરને ટીકીટ આપી છે. આ સાથે જ કોંગ્રેસ ગુજરાતમાં કુલ 6 ઉમેદવારોના નામ જાહેર કરી ચૂકી છે.


from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Uc8h8c

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages