કૃષ્ણનગરથી ગુમ સગીરા ખૂનના ગુનામાં સુરત જેલમાં - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 5 February 2019

કૃષ્ણનગરથી ગુમ સગીરા ખૂનના ગુનામાં સુરત જેલમાં

તાંત્રિક વિધીથી સસરાના મોતનો આરોપ : સગીરાએ

પિતાને ફોન કરતા અમદાવાદ પોલીસ સફાળી જાગી

અમદાવાદ, તા. 4 ફેબ્રુઆરી, 2019, સોમવાર

કૃષ્ણનગરમાંથી ગુમ થયેલી ૧૪ વર્ષની સગીરા ખૂનના ગુનામાં સુરત જેલમાં સજા ભોગવી રહી છે. સગીરાએ પિતાને ફોન કરતા અમદાવાદ પોલીસ સફાળી જાગી છે. આશ્ચર્યની વાત તો એ છે, સગીરાની ઉંમર અંગે કોઇપણ જાતની તપાસ વગર પોલીસે જેલમાં ધકેલી દીધી હોવાનું બહાર આવ્યું છે. 

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાંથી ઓકટોબર માસમાં ગુમ થઇ હતી. આ ઘટના અંગે પોલીસે ગુનો નોધીને સંતોષ માન્યો હતો, આ ઘટના અંગે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર, વી.આર.ચૌધરીના જણાવ્યા મુજબ ગુમ થયેલી સગીરાનું સુરતના એક યુવક અપહરણ કર્યું હતું. ત્યારબાદ કોઇપણ રીતે લગ્ન કરીને સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી હતી. જયાં તે સગીરાના સસરાનું બિમારીના કારણે મોત થયું હતું. આ કેસમાં તાંત્રિક વિધીના કારણે મોત થવાના આરોપમાં પોલીસે સગીરાના સુરત જેલમાં મોકલી આપી હતી.

સગીરાએ અમદાવાદમાં રહેતા પિતાના આ ઘટનાની જાણ કરતાં પિતાએ કૃષ્ણનગર પોલીસને રજૂઆત કરી હતી. જેને લઇને હવે પોલીસ સુરતમાં જઇને કોર્ટની મંજૂરી મેળવીને સગીરાના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અમદાવાદ પોલીસના જણાવ્યા મુજબ સગીરાએ પોતાની ઉંમર ૧૯ વર્ષની જણાવી હતી. જો કે પોલીસ પણ કોઇપણ જાતની ખરાઇ કર્યા વગર જ જેલમાં મોકલી આપી હોવાનું બહાર આવ્યું છે.




from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2MP147P

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages