ગાંધીનગર,તા.2 ફેુબ્રુઆરી 2019,શનિવાર
ગાંધીનગર શહેરમાં વસ્તી ગીચતાની દ્રષ્ટીએ સૌથી મોટુ સેક્ટર-૨૪ છે ત્યારે આ સેક્ટરોમાં વધુ વસ્તીને કારણે સમસ્યાઓ પણ વધુ છે. ત્યારે વિવિધ સમસ્યાઓ વચ્ચે પણ અહિંના રહિશો જીવી રહ્યા છે તેવી સ્થિતિમાં છેલ્લા ઘણા વખતથી ઇન્દિરાનગરના છાપરા વિસ્તારમાં ગટરની સમસ્યા ઉભી થઇ છે.
આ વિસ્તારની ગટરો ઉભરાવાને કારણે અહીંથી ગટરનું દુષિત અને દુર્ગંધયુક્ત પાણી રસ્તાઓ ઉપર ફરી વળે છે. એટુલ જ નહીં, ગટર ઉભરાવાની સમસ્યાને લઇને સ્થાનિક રહિશોનું આરોગ્ય પણ જોખમમાં મુકાયું છે. આ વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહમાં ઝાડા ઉલ્ટીના કેસ પણ સામે આવ્યા છે.મળતી માહિતી પ્રમાણે, ઇન્દિરાનગરના ૩૦થી વધુ રહિશો ગટરની સમસ્યાને કારણે પાણીજન્ય ગણાતા ઝાડા-ઉલ્ટીના રોગચાળામાં સપડાયા છે.
આ બાબતે ગાંધીનગર કોર્પોરેશનને ખ્યાલ આવતા કોર્પોરેશનની ટીમ દ્વારા આ અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી કરી હતી અને જરૃરી દર્દીઓની સારવાર કરવામાં આવી હતી.
આ ઉપરાંત કોર્પોરેશનની ટીમે ઝાડા ઉલ્ટી થવાનું સાચુ કારણ પણ શોધી કાઢ્યું હતું જેમાં આ વિસ્તારમાં ગટર ઉભરાવવાની સમસ્યાને કારણે જ આ પાણીજન્ય રોગચાળો ફેલાયો હોવાનું તારણ કાઢવામાં આવ્યું હતું. એટલુ જ નહીં, કોર્પોરેશન દ્વારા આ ગટર ઉભરાવાની ગંભીર સમસ્યાના નિરાકરણ માટે માર્ગ અને મકાન વિભાગને લેખિતમાં જાણ કરી હતી પરંતુ આ જાણ કરે પણ ઘણા સમય થઇ ગયો છતા કોઇ પગલા લેવામાં આવ્યા નથી ત્યારે તંત્ર હજું આ રોગચાળામાં કોઇ વ્યક્તિનો જીવ જાય તેની રાહ જોતું હોય તેમ લાગી રહ્યું છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UIftpf
No comments:
Post a Comment