જીઆઈએસ મેપિંગ સર્વે કરી અંડર ગ્રાઉન્ડ લાઈનોનો નકશો તૈયાર થશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday 15 December 2018

જીઆઈએસ મેપિંગ સર્વે કરી અંડર ગ્રાઉન્ડ લાઈનોનો નકશો તૈયાર થશે


વડોદરા,શુક્રવાર

શહેરમાં અન્ડર ગ્રાઉન્ડ પાણી, ગેસ, ગટર તથા કેબલોનું નેટવર્ક કેવું છે. અને કઈ કઈ લાઈનો ક્યાંથી ક્યાં જામ છે. તેની જાણકારી મેળવવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન રૃા.૨૫ કરોડના ખર્ચે અન્ડર ગ્રાઉન્ડ જીઆઈએસ મેપિગ પ્રોજેકટ સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતગર્ત શરૃ કરનાર છે. હાલ કોર્પોરેશન દ્વારા પાણી, ગેસ, ગટરની કે બીજી કોઈ કામગીરી માટે ખોદકામ કરે છે. ત્યારે અન્ડર ગ્રાઉન્ડ લાઈનો ખોદકામ દરમિયાન તૂટી જાય છે. અને કામગીરી ખોરંભાય છે. આવું અવારનવાર બને છે. અને નુકસાન થાય છે. આ સમસ્યાના ઉકેલ રૃપે આ સર્વે શરૃ કરવામાં આવી રહ્યો છે.


કોર્પોરેશન દ્વારા જમીન પરના જે કોઈ સ્ટ્રકચરો છે તેનો ઓન સરફેસ જીઆઈએસ સર્વે છેલ્લા દોઢ વર્ષથી કરે છે. હવે શહેરના ઘરોની અંદર જઈને પણ સર્વે ચાલુ કર્યો છે. જેના દ્વારા ઘરના બાંધકામમાં કોઈ ફેરફાર કર્ય હોય તો તે જીઓ ટેગિંગથી જાણીને મિલકત વેરાના બિલો આપી શકાય. હજી ૧.૩૬ લાખ મકાનનું ટેગિંગ બાકી છે.

અન્ડર ગ્રાઉન્ડ કોર્પો.ની સર્વિસ લાઈન કેટલી અને ક્યાં છે તે જાણવા માટે જીપીઆર (ગ્રાઉન્ડ પેનિટ્રેટિવ રડાર) ડિવાઈસન ઉપયોગ કરાય છે. આ મશીન રોડ પર, ફૂટપાથ પર ફેરવતા તેના વેવ્ઝથી જાણી શકાય છે કે લાઇન કેટલી ઊંડાઇમાં છે. કોર્પોરેશને જેને કોન્ટ્રાક્ટ આપવાનો છે તેની પાસેથી ટ્રાયલ લેતા ૮૭ ટકા ચોક્સાઇ મળી છે. હવે ૧૦ કિમી રોડ લાઇન પર ફરી તેનો ટ્રાયલ લેવામાં આવશે. જો તેમાં ચોક્સાઇ અને સંતોષજનક કામગીરી મળશે તો જ પ્રોજેક્ટ આગળ વધારાશે. ફૂટપાથ, ડામર રોડ અને ધુળિયામાર્ગના ડિવાઇસ અલગ-અલગ છે. ૪૦૦ મીટરથી માંડીને ૧૨ મીટરના રોડ પર આ સર્વે થશે. શરૃઆતમાં કોર્પોરેશન સારા ગણાતા રોડ પર અથવા તો જ્યાં ખોદકામની કામગીરી થવાની ત્યાં સર્વે થશે સર્વે થયા બાદ મશીનથી જે ડેટા મળશે તેના આધારે નકશો બનશે અને આ નકશો કોર્પો.ની વોર્ડ ઓફિસો અને ઝોનમાં અપાશે.

આમ, સમગ્ર વડોદરાની આશરે ૯ મીટરની ઊંડાઇમાં રહેલી અંડર ગ્રાઉન્ડ લાઇનો નકશો બનશે જેના આધારે ઉપર ખોદકામ કરી શકશે. નકશો જોઇને થનારા ખોદકામથી લાઇનો તૂટવાનો ભય ઓછો થઇ જશે. સર્વે કરવા માટે રાત્રિનો સમય પસંદ કરાશે અથવા તો એક બાજુ રોડ બંધ કરી દેવાશે સર્વેનું કામ દશેક દિવસમાં શરૃ થાય તેવી સંભાવના છે.




from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Lkg8cO

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages