વડોદરાઃ વિવાદાસ્પદ બિલ્ડર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની હરિભક્તિ પ્લોટ કેસમાં ચાર કલાક પૂછપરછ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday 15 December 2018

વડોદરાઃ વિવાદાસ્પદ બિલ્ડર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની હરિભક્તિ પ્લોટ કેસમાં ચાર કલાક પૂછપરછ

(પ્રતિનિધિદ્વારા)  વડોદરા,શુક્રવાર

રાજ્યના એક ક્ષત્રિય મંત્રી સાથે નિકટના સંપર્ક ધરાવતા વડોદરાના વિવાદાસ્પદ બિલ્ડર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની એનઆરઆઇ મહિલાનો હરિભક્તિ સ્થિત પ્લોટ પડાવી લેવાના પ્રકરણમાં આજે ક્રાઇમ  બ્રાન્ચે ચારેક કલાક ઘનિષ્ઠ પૂછપરછ કરી હતી.

વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ દિલુભા ચુડાસમાના ભાણીયા,જિલ્લા ભાજપના માજી કારોબારી સભ્ય અને વડોદરા જિલ્લા ભાજપ વેપારી સેલના કન્વીનર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ગઇ વિધાનસભાની ચૂંટણીમાં  વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પરથી ટિકિટ નહીં મળતાં ે બળવો કરી અપક્ષ ઉમેદવારી કરી હતી, જેથી ભાજપે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા.જો કે તેમનો ભાજપના મધુ શ્રીવાસ્તવ સામે પરાજય થયો હતો.

અમેરિકામાં રહેતા લોપાબેન દવેએ રેસકોર્સ નજીક હરિભક્તિ ખાતેનો ૭૯૧૮ ફુટના પ્લોટમાં આવેલી રેમન જીલેટીન કંપનીની ઓફિસની જગ્યાનો તેમની જાણ બહાર દસ્તાવેજ કરી દેવાયો હોવાની પોલીસ ફરિયાદ કરતાં સમગ્ર પ્રકરણમાં મોટા માથાંની સંડોવણી ચર્ચાનો વિષય બની હતી.અંદાજિત રૃા.૧૫ કરોડની જગ્યાની જંત્રી કિંમત રૃા.૨.૫૦ કરોડ હોવા છતાં જમીન દલાલ દિલીપ પટેલે રૃા.૭૨ લાખમાં ધર્મવીરસિંહ જુવાનસિંહ જાડેજાને (રહે.આધ્યા રેસિડેન્સી,દિવાળીપુરા) પધરાવી દીધી હતી.

ઉપરોક્ત પ્રકરણમાં લોપાબેન સાથે લીલેરિયા પાર્ટી પ્લોટના સંચાલક વીર રાજુભાઇ પટેલે તેની ઓફિસમાં લોપાબેન સાથે મીટિંગ કરી  હતી. અને આ મીટિંગમાં બહુચર્ચિત બિલ્ડર ધર્મેન્દ્રસિંહ વાઘેલા (બાપુ) તેમજ સી.એ.નિમેષ ગાંધી અને વકીલ હાજર રહ્યા હોવાની વિગતો વીર પટેલે પોલીસને કહેતા,ં ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જયદિપસિંહ જાડેજાએ આજે રાજ્યના એક ક્ષત્રિય મંત્રી સાથે ઘરોબો હોવાની છાપ ધરાવતા અને ભૂતકાળમાં જમીનોના કેસોમાં બહુચર્ચિત બનેલા ધર્મેન્દ્રસિંહ બાપુની આજે ચાર કલાક સુધી પૂછપરછ કરી હતી.

જો કે,ધર્મેન્દ્રસિંહે હરિભક્તિના પ્લોટ સાથે તેને કોઇ નિસ્બત નહીં હોવાની વાતનું રટણ કર્યું હતું અને લોપાબેનની વાસદ સ્થિત રેમન જીલેટીન કંપની અને નરિમાન પોઇન્ટની ઓફિસના રૃા.૪૦ કરોડમાં સોદાની વાત માટે ભેગા થયા હોવાની નવી જ વાત કરી હતી.મોડી સાંજે છએક વાગે પોલીસે તેમને જવા દીધા હતા.જો કે,પોલીસે હજી આ કેસમાં કોઇને ક્લિનચીટ આપી નથી.




from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LjpmGz

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages