નવી દિલ્હી, તા. ૧૧
થોડા દિવસ પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણોમાં અર્બન નક્સલ શબ્દનો પ્રયોગ કર્યો હતો. જેને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે મોદી પર વળતો પ્રહાર કર્યો છે.
કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલે મોદીને જવાબ આપતા કહ્યું હતું કે ભાજપ ખુદ નક્સલવાદીઓ સાથે મળીને છત્તીસગઢ જેવા રાજ્યોમાં ઝેર ફેલાવી રહી છે, અને તેથી જ નક્સલી હુમલામાં મોટા ભાગે કોંગ્રેસના નેતાઓ જ માર્યા ગયા છે. હાલ પણ છત્તીસગઢમાં જે હુમલા થઇ રહ્યા છે તેમાં કોંગ્રેસના નેતાઓને જ ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે.
છત્તીસગઢના જગદલપુર જિલ્લામાં એક રેલીને સંબોધતી વેળાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું હતું કે અર્બન નક્સલને કોંગ્રેસ સાથ આપી રહી છે. તેમણે કહ્યું હતું કે અર્બન નક્સલીઓ એર કંડીશનમાં શહેરોમાં રહે છે. અને તેમના પુત્રો વિદેશમાં ભણે છે જ્યારે આદિવાસીઓને આ અર્બન નક્સલીઓ ભડકાવી રહ્યા છે.
મોદીઆ આ આરોપો બાદ કોંગ્રેસના નેતા અહેમદ પટેલે વળતો જવાબ આપ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે ભાજપ જ નક્સલીઓ સાથે ભળેલી છે અને તેથી જ જે પણ નક્સલી હુમલા થયા કે થઇ રહ્યા છે તેમાં કોંગ્રેસના નેતાઓને જ નિશાન બનાવાઇ રહ્યા છે.
જ્યારે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ નક્સલવાદને લઇને મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા. સાથે જણાવ્યું હતું કે મોદી સરકારે નોટબંધી અને જીએસટી જેવા નિર્ણયો લઇને દેશનુ અર્થતંત્ર ભાંગી નાખ્યું છે જેને સરખુ કરવામાં વર્ષોનો સમય લાગી શકે છે.
બીજી તરફ કોંગ્રેસના નેતા અહેમદ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે ૨૦૧૩માં કોંગ્રેસ છત્તીસગઢમાં નક્સલી હુમલાઓને કારણે જ હારી ગઇ હતી. અને વર્તમાન સરકારની દેખરેખરમાં હજુ પણ કોંગ્રેસી નેતાઓ પર નક્સલી હુમલા થઇ રહ્યા છે. આ બધુ ભાજપ અને નક્સલીઓની સાંઠગાંઠથી થઇ રહ્યું છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2T4v9Dg
No comments:
Post a Comment