અમદાવાદ, સોમવાર
એરપોર્ટ વિસ્તારમાં મહિલના પરિવાર સાથેના ફોટા અલગ અલગ વોટ્સએપ ગૃ્રપમાં મૂકીને આ પરિવાર ફ્રોડ છે તેઓને શોધી આપનારને રૃા. ૨ લાખનું ઇનામ મળશે તેવું લખાણ લખીને બદનામ કરવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં મહિલાના દિયરને ધંધામાં નુકસાન થતાં દેવુ થયું હતું, જે તેે વેપારીઓએ દિયર અને મહિલાના પતિ સામે પોલીસ કેસ કરતા બન્ને સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહ્યા હતા. આ બનાવ અંગે એરપોર્ટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દિયરને દેવુ થતાં મહિલાના પતિને પણ સામે પણ ગુનો નોંધાયો હતો ઃ ફોટા સાથે મેસેજ વાયરલ થતાં એરપોર્ટ પોલીસે ગુનો નોંધ્યો
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/iI8stSD
No comments:
Post a Comment