અમદાવાદના દાણીલીમડામાં 'બાપ' કહેવા બાબતે બે પરિવારો વચ્ચે લોહિયાળ જંગ, મહિલા અને સગીર પર હુમલો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 9 March 2026

અમદાવાદના દાણીલીમડામાં 'બાપ' કહેવા બાબતે બે પરિવારો વચ્ચે લોહિયાળ જંગ, મહિલા અને સગીર પર હુમલો


Fight between Two Families in Ahmedabad: અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલા બાવા લબલબીનગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં માત્ર બાપ સંબોધવા જેવી બાબતે બે પરિવારો આમને-સામને આવી ગયા હતા. વિગત મુજબ, નઇમ નામના શખ્સે તેની બીજી પત્ની રેશમાના અગાઉના લગ્નથી થયેલા પુત્રને પરાણે 'બાપ' કહેવા દબાણ કર્યું હતું. આ બાબતે રેશમાએ વિરોધ કરતાં મામલો ગરમાયો હતો. ઉશ્કેરાયેલા નઇમે તેની પહેલી પત્ની અકરીમા અને પુત્રો સાથે મળીને રેશમા તથા તેના સગીર પુત્ર પર લાકડી અને છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હિંસક ઝપાઝપીમાં સગીરને છરી વાગતા અને રેશમાને ઈજાઓ પહોંચતા બંનેને તાત્કાલિક સારવાર અર્થે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/n6gqXik

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages