નોકરીના નામે બેંગકોક બોલાવીને ગુના આચરતી ગેંગ વિરૂદ્ધ ફરિયાદ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 3 March 2026

નોકરીના નામે બેંગકોક બોલાવીને ગુના આચરતી ગેંગ વિરૂદ્ધ ફરિયાદ

અમદાવાદ,સોમવાર

બેંગકોકમાં ઉંચા પગારની નોકરીની ખાતરી આપીને મ્યાંનમાર, કમ્બોડિયા અને લાઓસ જેવા દેશોમાં ચાલતા ગેરકાયદે કોલ સેન્ટરમાં કામ કરાવીને ગુજરાત સહિત સમગ્ર દેશમાં મોટાપ્રમાણમાં સાયબર ક્રાઇમ આચરતી ગેંગ વિરૂદ્ધ સ્ટેટ સાયબર ક્રાઇમ દ્વારા ગુનો નોંધીને મહત્વના પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. જેમાં ખુબ મોટાપ્રમાણમાં ગુજરાતીઓને નોકરીના નામે બોલાવીને ફસાવવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. જે અંગે વિશેષ ટીમ બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે.

બેંગકોકમાં નોકરીના નામે બોલાવીને મ્યાંનમાર, કમ્બોડિયામાં લઇને ચાઇનીઝ ગેંગ દ્વારા ચલાવવામાં આવતા ગેરકાયદે કોલ સેન્ટરમાં ગુજરાતી વ્યક્તિઓની સંડોવણી અંગે સ્ટેટ સાયબર ક્રાઇમે ફરિયાદ નોંધી છે. જે મુજબ કેન્દ્ર સરકાર ગુજરાત પોલીસને શકમંદોની વિગતો આપે છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/tdhMcLs

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages