અમદાવાદ, સોમવાર
ઓઢવમાં પુત્રી ઉપર સગીરે કલર નાંખ્યો હતો દાદીએ ના કહી છતાં માનતો ન હતો જેથી પિતાએ તેને ઠપકો આપીને અમે ક્રિશ્ચિયન છીએ હોળી રમતા નથી કહેતા સગીરે ઉશ્કેરાઇને યુવકને ધક્કો મારતા તે નીચે પડી ગયા હતા અને માથામાં ઇંટ વાગતા બેભાન થઇ ગયા હતા. જેથી સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે ઓઢવ પોલીસે સાઅપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બેભાન હાલતતમાં સારવાર દરમિયાન મોત ઃ ઓઢવ પોલીસે સાઅપરાધ મનુષ્યવધનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી
ઓઢવમાં રહેતા ૬૨ વર્ષના વૃદ્ધાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ઓઢવ ખાતે રહેતા સગીર સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે બપોરના સમયે વૃદ્ધા તેમની પૌત્રી સાથે ઓઢવ અર્બુદાનગર પાસે આવેલા મંદિરે હાજર હતા.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/xl7VdbU
No comments:
Post a Comment