પેરોલ ઉપર છૂટયો છું કહી રૃપિયા માગતા યુવકે ના પાડતાં છરીથી હુમલો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 7 February 2026

પેરોલ ઉપર છૂટયો છું કહી રૃપિયા માગતા યુવકે ના પાડતાં છરીથી હુમલો

અમદાવાદ, શનિવાર

પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વો માથું ઉચકીને નિર્દોષ નાગરિકો ઉપર ઘાતક હુમલા કરી રહ્યા છે. દાણીલીમડામાં  પેરોલ ઉપરથી છૂટીને આવેલા શખ્સે ઉછીના રૃપિયા માંગતા શ્રમજીવી યુવકે રૃપિયા આપવાનો ઇન્કાર કરતા યુવકને છરીના ઘા માર્યા હતા. આ બનાવ અંગે દાણીલીમડા પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોેધી વધુ તપાસ હાથ ધરી છે.

એક શખ્સે પકડી રાખ્યો બીજાએ છરી મારી ઃ આજે તો બચી ગયો ફરીથી મળીશ તો મારી નાખવાની ધમકી આપી ઃ દાણીલીમડા પોલીસે ત્રણ સામે ગુનો નોંધ્યો

ઇસનપુરના રહેતા અને ગેરેજકામ કરતા યુવકે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ઝૈદ તથા ફાઇટર સહિત ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે બપોરે મિત્રના ત્યાં સિલાઇના કારખાનમાં બેઠો હતો આ સમયે તેના મિત્રનો ફોન આવ્યો હતો કે કોઈ તને મળવા આવ્યું છે જેથી નીચે આવીને જોયું તો તેનો મિત્ર સાથે ત્રઇણ લોકો ઉભેલા હતા.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/ioH8GJW

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages