અમદાવાદ,શનિવાર
પૂર્વ વિસ્તારમાં તસ્કર અને લૂંટારુ ટોળકીનો દિન પ્રતિદિન તરખાટ મચાવી રહ્યા છે. પીછો કરીને નિર્દોષ લોકોને માર મારીને લૂંટી રહ્યા હોવાના બનાવા વધી રહ્યો છે. ઇસનપુરમાં મોબાઇ અને વાહનની લે-વેચ કરતા વેપારી આંગડિયા પેઢીમાંથી રૃપિયા લઇને આવ્યા હતા અને શાહઆલમ ખાતે વાહન પાર્ક કર્યું હતું. જ્યાં સ્કૂટરની ડેકી તોડીને બે શખ્સો રૃપિયા ૪.૩૨ લાખ લઇને નાસી ગયા હતા. આ બનાવ અંગે ઇસનપુર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધારે વધુ તપાસ હાથ ધરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/zk8MfcF
No comments:
Post a Comment