તારો કાકો દાદો થઇને ફરે છે કહી સગીરને ચાકુના ઘા માર્યા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 9 February 2026

તારો કાકો દાદો થઇને ફરે છે કહી સગીરને ચાકુના ઘા માર્યા

અમદાવાદ, સોમવાર

પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વો ધાક જમાવવા માટે નિર્દોષ લોકો ઉપર હુમલા કરી રહ્યા છે. અમરાઇવાડીમાં બે સગીર ભાઇઓ નાસ્તો કરવા માટે ગયા હતા જ્યાં બે આરોપીએ કેમ તારો કાકો દાદો થઇને ફરે છે કહીને ગાળો બોલીને માર મારી ચાકુથી હુમલો કર્યો હતો. લોહી લુહાણ હાલતમાં સગીરને સારવાર માટે એલ.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યોે હતો. આ બનાવ અંગે અમરાઇવાડી પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/blBX7di

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages