અમદાવાદ, મંગળવાર 
અસારવામાં ગઇકાલે રાતે કાળજું કપાવનારી ઘટના બની હતી. આધેડે કેન્સરની બિમારીથી કંટાળી પોતાની જાતે શરીર ઉપર જ્વલનશીલ પ્રવાહી છાંટીને આગ ચાંપીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક લોકોએ પાણી છાંટીને આગ બુઝાવીને બચાવવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ આખા શરીરે સખત રીતે દાઝી ગયા હોવાથી સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે શાહીબાગ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જાહેરમાં સળગવાની ઘટનાનો વિડિયો સોશિયલ મિડિયામાં વાઇરલ થયો હતો.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/bwxiIep
No comments:
Post a Comment