
Bootlegger Anil Pandya: ગુજરાતમાં વર્ષેદહાડે અબજો રૂપિયાનો દારૂ ઠાલવવાનું નેટવર્ક દુબઈથી ચલાવતો રાજસ્થાનનો બુટલેગર અનિલ પાંડ્યા આખરે દુબઈથી ઝડપાયો છે. મહિનાઓની કવાયત પછી દુબઈમાં નકલી પાસપોર્ટ આધારે પહોંચેલો અને ઓળખ બદલીને રહેતા અનિલ પાંડ્યાને આખરે ઝડપી લેવામાં સફળતા મળી છે. ગુજરાતમાં દારૂના બે ડઝન જેટલા ઉપરાંત વતન રાજસ્થાનમાં હત્યા, ખંડણી સહિતના 50થી વધુ ગુના એક લાખના ઈનામી બુટલેગર સામે હતું. તેને દુબઈથી પ્રત્યાર્પણ સંધિથી લાવી ડીજીપી સ્કવોડ ઊંડી તપાસ કરશે. સૌથી મોટા બુટલેગરનું ગુજરાતમાં દારૂનું નેટવર્ક તૂટવાની આશા જાગી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/VSrTmtI
No comments:
Post a Comment