
મુંબઈ,તા.૧૪
દાદર સ્ટેશન પરનો રાહદારી પુલ પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવાનો નિર્ણય પશ્ચિમ રેલવેએ લીધો છે તેથી તહેવારોના સમયમાં પ્રવાસીઓને ભારે રાહત થઈ છે.
10 મીટર પહોળા તેમજ ૬૯ મીટર લાંબા આ નવા રાહદારી પુલનું બાંધકામ જાન્યુઆરી ૨૦૧૯ના શરૃ કરાયું હતું. રેલવેના વ્યવહારને બાધા ન નડે તે રીતે આ પુલનું બાંધકામ નવેમ્બર ૨૦૨૦માં પૂર્ણ કરાયું હતું. અને તેને શનિવારથી પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકાયો હતો.
આ પુલ માટે ૫.૭૫ કરોડ રૃપિયાનો ખર્ચ કરાયો હોવાની માહિતી પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુનિત ઠાકુરે આપી હતી.
આમ આઈટી મુંબઈ અને રેલવેના સંયુક્ત નિરિક્ષણ બાદ પશ્ચિમ રેલવેના ૧૬ પુલ જોખમી પરિસ્થિતીમાં હોવાની માહિતી પ્રકાશમાં આવી હતી. જેમાંથી ૧૩ પુલ પાડવાનું કાર્ય પૂર્ણ કરાયું છે. અંધેરી ગોરેગાવના રાહદારી પુલ ડિસેમ્બર પહેલા પાડવામાં આવશે તેવી સ્પષ્ટતા રેલવેના અધિકારીઓએ કરી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Uv4xgt
No comments:
Post a Comment