
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 11 એપ્રિલ 2019 ગુરૂવાર
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આઈ સોલેશન વોર્ડમાં આગ લાગતા રેસિડન્ટ ડોક્ટર અને નર્સિંગ સ્ટાફની સમયસૂચકતાના લીધે નવ દર્દીઓના જીવ બચાવ્યા હતા. તેવા સમયે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આગ લાગે તો દર્દીઓને કઈ રીતે બચાવવા અને આગને કઈ રીતે હોલવવી તે માટે ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રવિવારે બપોરે સ્વાઈન ફ્લૂના આઈ શોલેસન વોર્ડમાં એર કન્ડિશન શોર્ટ સર્કિટ થવાથી આગ ફાટી નીકળી હતી. આ વોર્ડમાં દાખલ એક પ્રસુતા મહિલા સહિત નવ દર્દીઓ ધુમાડાના લીધે ગૂંગળામણની અસર થતા ગભરાઈ ગયા હતા. તેવા સમયે રેસિડન્ટ ડોક્ટર અને સ્ટાફ બ્રધર સમયસૂચકતાના લીધે નવ દર્દીઓને સહી સલામત બહાર કાઢી જીવ બચાવ્યા હતા. આવા સમયે સુરત સિવિલ હોસ્પિટલમાં આગ લાગે તો દર્દીઓને બચાવી શકાય અને આગ બુઝાવી શકાય તે માટે ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે.
નવી સિવિલ હોસ્પિટલ તબીબી અધિક્ષક ડોક્ટર ગણેશ ગોવેકરએ જણાવ્યું હતું કે સિવિલમાં ઓપરેશન થિયેટર આઇ.સી.યુ ટ્રોમા સેન્ટર વોર્ડ ઓપીડી સહિતના વિભાગમાં વિભાગમાં આગ લાગે તો શું કરવું, આગ કઈ રીતે લાગી, તકેદારી કેવી રીતે રાખવી, આગ લાગે તો દર્દીને કેવી રીતે બચાવી શકાય અને કેવી રીતે આગ બુઝાવી શકાય તે અંગે નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરો નર્સિંગ સ્ટાફ સહિતના કર્મચારીઓ અને સિક્યુરિટી ગાર્ડની ટ્રેનિંગ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં દોઢસો જેટલા કર્મચારીઓને ફાયર એન્ડ નોન ફાયર ઇમર્જન્સી ટ્રેનિંગ આપવામાં આવી છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે કર્મચારીઓને ફાયર સેફટી ટ્રેનર દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. અગ્નિ શામક બોટલ કઈ રીતે ખોલવાનું અને કઈ રીતે પકડીને આગ બુઝાવવાનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2It5GR0
No comments:
Post a Comment