નવી દિલ્હી, તા. 28 માર્ચ, 2019, ગુરૂવાર
૧લી એપ્રિલથી માત્ર ડીમેટ સ્વરૂપના જ લિસ્ટેડ શેરો અન્ય નામે ટ્રાન્સફર થઈ શકશે. ફિઝિકલ સ્વરૂપમાંના શેરો ટ્રાન્સફર થઈ શકશે નહીં. આ માટે તેને ડીમેટમાં ફેરવવાના રહેશે એમ સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના સુત્રોએ જણાવ્યું હતું.
જો કે રોકાણકારો ફિઝિકલ સ્વરૂપમાં શેરો જાળવી શકશે. માર્ચ ૨૦૧૮માં આ મતલબનો નિર્ણય લેવાયો હતો અને તેના અમલની તારીખ લંબાવીને ૨૧ માર્ચ ૨૦૧૯ કરાઈ હતી. હવે આ મુદત લંબાવાશે નહીં એેમ સેબીના સુત્રોએ જણાવ્યું હતું.
શેરોના ટ્રાન્સફરના કિસ્સામાં લાભકર્તાની ઓળખમાં પારદર્શિતાના અભાવને ધ્યાનમાં રાખી સેબીનું આ પગલું આવી પડયું છે. ડીમેટ સ્વરૂપના શેરોના ટ્રાન્સફરમાં ઓળખ કરવાનું સત્તાવાળાઓ ંમાટે સરળ બની રહે છે.
૩૧મી માર્ચ પહેલા ટ્રાન્સફર માટે મોકલાયેલા શેરોમાં કોઈ વાંધા ઊભા થયા હોય તેવા શેરો ૧લી એપ્રિલ બાદ પણ વાંધા સુધારીને ટ્રાન્સફર માટે મોકલી શકાશે એમ સુત્રોએ ઉમેર્યું હતું.
શેરબજારમાં કામકાજમાં પારદર્શિતા લાવવા અલ્ટીમેટ બેનિફિસિઅલ ઓનર્સ (યુબીઓ -અંતિમ લાભકર્તા)ની માહિતી પૂરી પાડવાના સેબીના ધોરણનું પાલન નહીં કરનારા ફોરેન પોર્ટફોલિઓ ઈન્વેસ્ટર્સે(એફપીઆઈ) તેમના ખાતાઓના મર્યાદિત બ્લોકેજનો સામનો કરવો પડશે એમ પણ સુત્રોએ જણાવ્યું હતું.
ભંડોળના સ્રોત અને ભંડોળનું સંચાલન કરતી વ્યક્તિઓની માહિતી પૂરી પાડવાની ૨૧ માર્ચની અંતિમ તારીખ સુધીમાં ૧૦ ટકા જેટલા એફપીઆઈ માહિતી સુપરત કરી શકયા નથી.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CGyCBm
No comments:
Post a Comment