ટિકિટ વહેંચણી દરમ્યાન બે જણા એક સાથે બોલ્યા...ઓહ માય ગોડ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 28 March 2019

ટિકિટ વહેંચણી દરમ્યાન બે જણા એક સાથે બોલ્યા...ઓહ માય ગોડ


ચૂંટણી જંગમાં ટીકીટ ફાળવણી દરમ્યાન બે જણાએ ઓ માય ગોડ (ર્ંસ્ય્)એમ કહ્યું છે.  તેમાંના એક છે ભાજપના ડો. મુરલી મનોહર જોષી. ભાજપના સિનીયર સભ્યને જ્યારે ટીકીટ ના અપાઇ ત્યારે તે બોલી ઉઠયા હતા કે ઓ માય ગોડ.

જ્યારે કર્ણાટકમાં ભાજપે તેની યુવા પાંખના ૨૮ વર્ષના મહા મંત્રી તેજસ્વી સૂર્યા ને લોકસભાની ટીકીટ આપી છે.  આ સમાચાર મળતાંજ તેજસ્વીના મોંમાથી નીકળી ગયું હતું કે ઓ માય ગોડ... મને ટીકીટ મળી. એક જગ્યાએ લેડીલક રીસાઇ ગઇ છે તો બીજી જગ્યાએ લેડીલક એક યુવા કાર્યકર પર વરસી પડી છે.

લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી એટલા માટે નારાજ ચાલે છે કે તેમની ઉમેદવારીના નામ પર ચોકડી મુકવામાં આવી છે. અડવાણી તો પરિસ્થિતિને તાબે થઇ ગયા પણ મુરલી મનોહર જોષીએ જાહેરમાં નારાજગી બતાવી હતી. તે હજુ ટીકીટ મેળવવા તલપાપડ છે.

ભાજપના સિનિયરોેએ પક્ષને મજબુત બનાવવા ખુબ પ્રયાસો કર્યા હતા તે કોઇ ભૂલ્યું નથી પણ આ પાયાની ઇંટો પોતે કરેલી મહેનતનો હિસ્સો માંગે ત્યારે તેમની સિનીયોરીટી લજવાતી હોય છે.

ભાજપની જ્યારે લોકસભામાં બે બેઠકો હતી ત્યારથી આ નેતાઓ ભાજપના સુખ દુખના ભાગીદાર રહ્યા છે. ભાજપમાં સત્તાનો સૂરજ બાબરી ધ્વંસ પછી ઉગ્યો છે. બાબરી ધ્વંસ સમયે આ બંને નેતાઓ પાસે  વ્યૂહ રચના હતી.  હવે પોતાના જોરે ૨૭૨થી વધુ બેઠક લાવી ને ભાજપે ઇતિહાસ સર્જયો છે. દેશના સૌથી જુના પક્ષ કોંગ્રેસને આંખે પાણી લાવીને આજે ભાજપ નંબર વન બની ગયો છે. 

વર્તમાન લોકસભાના જંગમાં સિનીયર નેતાઓને ટિકિટ નહીં આપીને ભાજપે સ્તુત્ય પગલું ભર્યું છે. નવા લોકોને અને નવા ચહેરા માટે જગ્યા કરવા માટે કેટલાક કડક પગલાં પણ લેવા પડે છે.  ખરી વાત તો એ છે કે જ્યારે સુષ્મા સ્વરાજે ચૂંટણી નહીં લડવાની સામેથી ના પડી ત્યારે અડવાણી અને મુરલી મનોહરે પણ તેમની યાદીમાં પોતાના નામ જોડી દેવાની જરુર હતી. અડવાણી અને મુરલીમનોહર જોશીની ટીમના મનાતા ઉમા ભારતીએ પણ ચૂંટણી લડવાની ના પાડી ત્યારે પણ આ બંને સિનીયર મોસ્ટ નેતાઓનો માંહ્યલો જાગ્યો નહોતો. 

રાજકારણમાં આવા ઘણા ચીટકુઓ હોય છે . જ્યાં સુધી ધક્કો ના મારવામાં આવે ત્યાં સુધી તે નીકળતા નથી. સૌજન્ય પૂર્વ વિદાય અને ધક્કા વિદાયમાં ફર્ક હોય છે.  આમ આદમી પાર્ટી વાળા તો નિવેદનીયા નેતાઓ છે. અડવાણીને માન આપવું જોઇએ તમ કહીને કેજરીવાલે ટીકા કરી પણ પોતે અણ્ણા હજારે સાથે શું કર્યું હતું તે પણ યાદ કરવું જોઇએ.

કેટલીક વાર સિનીયરો એમ માનતા હોય છે કે અમે નહીં હોઇએ તો  બધું અટવાઇ જશે. પરંતુ તેમનો આ ભ્રમ  જ તેમને ડૂબાડતો હોય છે. 

મુરલી મનોહર જોષી રાજકારણમાં સક્રીય નહોતા. તે અને અડવાણી નિયમિત સંસદમાં આવતા હતા. જો કે તેમની રાજકીય ક્રીએટીવીટી જોવા નહોતી મળતી. પ્રજા એમ વિચારે છે કે ખુરશી પર ચીટકી રહેવાની આદત વાળાઓને બહારનો રસ્તો બતાવવો જોઇએ.

દરેક રાજકીય પક્ષે હિંમત બતાવીને નો-રીપીટ થિયરી અપનાવવી જાઇએ. ટોચના હોદ્દા સિવાયની બેઠકો બદલાશે એવી ખબર ઉમેદવારને પણ હોવી જોઇએ. 

અડવાણીની ઉંમર ૯૧ વર્ષ છે તો મુરલી મનોહરની ઉંમર ૮૫ વર્ષ છે. તેમણે ઘણી રાજકીય ચઢ ઉતર જોએલી છે. તેમનો પક્ષ જ્યારે ઉપર ઉઠવા પ્રયાસ કરતો હતો ત્યારે તેમણે તનતોડ પ્રયાસો કર્યા હતા. ટૂંકમાં પક્ષની લોકસભામાં બે બેઠકો હતી ત્યારે તેમણે સંધર્ષ કર્યો હતો. આજે તેમનો પક્ષ આસાન વિજયની દિશામાં છે ત્યારે તેમને કોઇ ટીકીટ નથી આપતું. ભાજપે પણ સિનીયરોની આળ પંપાળ કરવી જોઇએ. તેમની ટીકીટ કેન્સલ કરતાં પહેલાં તેમને પૂછવું જોઇતું હતું. 

ભાજપે સિનીયર મોસ્ટ લોકોને કાપ્યા છે પણ ૨૮ વર્ષના તેજસ્વી સૂર્યાને ટીકીટ આપીને પ્રશંસા પણ મેળવી છે.રાજકારણમાં લાંબી ઇનીંંગ રમનારા ખાધેે પીધે સુખી હોય છે. આવું રાજાશાહી સુખ છોડવું કોઇને ગમતું નથી હોતું. મુરલી મનોહર મેદાન છોડવા તૈયાર નહોતા પરંતુ સમયના વહેણને તે પારખી શક્યા નહોતા. નવોદિતોને ચાન્સ આપવાની નિતી સાથે ચાલી શક્યા નહોતા.

રાજકારણમાં નવા લોકોને ચાન્સ આપવો હશે તો દરેક પક્ષે જુનાઓેને ધક્કા મારીને બહાર કાઢવા પડશે. કેમકે જુનો ફાલ એટલી મોટી સંખ્યામાં છે કે નવા માટે અંદર ઘૂસવાની જગ્યા પણ નથી મળતી. 

સિનીયરો માટે નવોદિતો પૂછે છે કે આખિર કબ તક..  

- પ્રસંગપટ



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HXH6Y5

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages