વેલિંગ્ટન, તા.૧૦
ન્યુઝીલેન્ડ અને પ્રવાસી બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટ ભારે વરસાદ બાદ આખરે ત્રીજા દિવસે શરૃ થઈ શકી હતી. વરસાદી માહૌલનો પ્રભાવ ટેસ્ટ પર જોવા મળ્યો હતો અને પહેલા જ દિવસે ૧૨ વિકેટ પડી હતી. બાંગ્લાદેશની પ્રથમ ઈનિંગ ૨૧૧ રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં ન્યુઝીલેન્ડે ત્રીજા દિવસની રમતના અંતે બે વિકેટે ૩૮ રન કર્યા હતા.
ભારે વરસાદને કારણે ટેસ્ટમાં શરૃઆતના બે દિવસ તો ટોસ પણ ઉછાળી શકાયો નહતો. જોકે આજે ત્રીજા દિવસે મેચ શરૃ થઈ હતી અને ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બાંગ્લાદેશને બેટીંગમાં ઉતાર્યું હતુ. બાંગ્લાદેશના ઓપનર તમીમ ઈકબાલે શાનદાર ફોર્મ જારી રાખતાં ૧૧૪ બોલમાં ૧૦ ચોગ્ગા સાથે ૭૪ રન ફટકાર્યા હતા. જોકે તેને સામેના છેડેથી સાથ મળી શક્યો નહતો. તમીમ સિવાય લીટોન દાસે ૩૩ રન અને શાદમાન ઈસ્લામે ૨૭ રન કર્યા હતા.
ન્યુઝીલેન્ડ તરફથી વાગ્નેરે ૨૮ રનમાં ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે બોઉલ્ટે ૩૮ રનમાં ત્રણ બેટ્સમેનોને આઉટ કર્યા હતા. સાઉથી, ડે ગ્રાન્ધોમ અને મેટ હેનરીએ ૧-૧ વિકેટ મેળવી હતી.
બાંગ્લાદેશના બોલરોએ ન્યુઝીલેન્ડના ઓપનરોને ૮ રનના સ્કોર પર પેવેલિયનમાં પાછા મોકલી આપ્યા હતા. વિલિયમસન ૧૦ અને ટેલર ૧૯ રને નોટઆઉટ હતા.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2F07LBZ
No comments:
Post a Comment