ગુજરાતની 26માંથી 25 બેઠકો પર ભાજપે 2014ની પોતાની જ લીડનો રેકોર્ડ તોડયો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 25 May 2019

ગુજરાતની 26માંથી 25 બેઠકો પર ભાજપે 2014ની પોતાની જ લીડનો રેકોર્ડ તોડયો

અમદાવાદ,ગુરૃવાર

લોકસભા ચૂંટણીમાં ૨૦૧૪ની ચૂંટણી બાદ ૨૦૧૯ની ચૂંટણીમાં પણ ભાજપે ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર જીત મેળવી છે ત્યારે આ વખતના પરિણામોમાં ભાજપે ૨૬માંથી ૨૫ બેઠકો પર ૨૦૧૪ની પોતાની જ લીડનો રેકોર્ડ તોડયો છે.૨૬ બેઠકો પર ભાજપના ઉમેદવારોએ ગત ચૂંટણીના પરિણામની સરખામણીએ ૧૦ હજારથી ૨ લાખ સુધી વધુ મત મેળવ્યા છે.

આજે જાહેર થયેલા લોકસભા ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો ભાજપે ગુજરાતમાં પ્રચંડ બહુમત હાંસલ કર્યો છે.ગુજરાતની તમામ ૨૬ બેઠકો ફરી એકવાર ભાજપે હાંસલ કરી છે.જો કે ગત ૨૦૧૪ની ચૂંટણી કરતા ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપે ૨૬ બેઠકો પર લાખોની લીડ સાથે જીત મેળવી છે.૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપના જે ઉમેદવારો જેટલા વોટથી જીત્યા હતા તેના કરતા ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો લગભગ ૧૦ હજારથી ૨ લાખ સુધી વધુ વોટ મેળવીને જીત્યા છે. ગુજરાતની ૨૬ બેઠકોમાં સૌથી વધુ મત મેળવનારા ભાજપના વિજેતા ઉમેદવારોમાં નવસારીના સી.આર.પાટીલ,ગાંધીનગરના ઉમેદવાર અમિત શાહ તેમજ અમદાવાદ પૂર્વના ઉમેદવાર હસમુખ પટેલ તેમજ વડોદરાના ઉમેદવાર રંજનાબેન ભટ્ટ તથા સુરતના ઉમેદવાર દર્શના જરદોશ છે. આ તમામ ઉમેદવારોની લડ ૪.૫ લાખથી લઈને ૫.૫ લાખ સુધીની છે.

ગુજરાતના ૨૬ વિજેતા ઉમેદવારોમાંથી સૌથી વધુ ૬,૮૯,૬૬૮ લાખ મતની લીડ નવસારીના સી.આર.પાટીલે મેળવી છે.એકંદરે ભાજપે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં જે રીતે હાંસલ કરી હતી તેના કરતા ત્રણ ગણી જીત હાંસલ કરી છે.એમ કહી શકાય કે ભાજપને ૨૦૧૪માં જેટલા મતો મળ્યા હતા તેના કરતા ત્રણ ગણા વધુ મત મળ્યા છે. ૨૦૧૯ની ચૂંટણીમાં ૨૬માંથી ૨૫ બેઠકો પર ભાજપે ૨૦૧૪માં મેળવેલી પોતાની જ લીડનો રેકોર્ડ તોડયો છે.૨૬માંથી માત્ર બે જ બેઠકોમાં  ૨૦૧૪મા જે લીડ મેળવી હતી તેના કરતા ઓછી લીડ છે.આ એક બેઠકમાં દાહોદની બેઠકમાં છે.જેમાં ભાજપના જશંવતસિંહ ભાભોર ૨૦૧૪ની ચૂંટણીમાં ૨,૩૦,૩૫૪ વોટની સરસાઈથી જીત મેળવી હતી ,જ્યારે ૨૦૧૯ની ચૂંટણીમાં ૧,૨૬,૯૧૭ વોટની સરસાઈથી જીત મેળવી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WmTrwL

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages