- આ ટીમના મોટાભાગના સભ્યો શોમાં આવ્યા હતા.એ સમયના મજેદાર કિસ્સાઓ યાદ કર્યા હતા.ક્રિકેટ ચાહકોની આજની પેઢીને કદાચ ખબર નહી હોય તેવો એક કિસ્સો કપિલ દેવે શેર કર્યો હતો

નવી દિલ્હી, તા. 10 માર્ચ 2019, રવિવાર
કપિલ 1983માં ટીમના કેપ્ટન હતા.વર્લ્ડકપની એક મેચ ભારતે ઝિમ્બાબ્વે સામે રમવાની હતી.તે વખતે 60 ઓવરની વન ડે રમાતી હતી.કપિલે કહ્યુ હતુ કે ઝિમ્બાબ્વેએ 60 ઓવરમાં ભારતને 311 રનનો ટાર્ગેટ આપ્યા બાદ ભારતને બેટિંગમાં ઉતરવાનુ હતુ.
ઈનિંગની વચ્ચેના બ્રેકમાં કપિલ દેવ બાથરૂમમાં નહાવા માટે ગયા હતા.હજી તો નહવાનુ પુરુ થાય તે પહેલા જ ભારતે 9 રન પર જ ચાર વિકેટ ગુમાવી દીધી હતી.કપિલ દેવને અન્ય એક ખેલાડીએ બાથરુમનો દરવાજો ખખડાવીને કહ્યુ હતુ કે, તમારો બેટિંગમાં જવાનો વારો આવી ગયો છે.
શરીર પરનો સાબુ પણ દુર નહોતો થયો ને કપિલ તરત બહાર નીકળીને બેટિંગ કરવા ગયા હતા.આ મેચમાં કપિલે 138 બોલમાં 175 રનની ઐતહાસિક ઈનિંગ રમીને ભારતને મેચ જીતાડી હતી.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NTieSp
No comments:
Post a Comment