વલસાડની ઔરંગા નદીમાં આવ્યા ઘોડાપૂર, 8 ગામોનો સંપર્ક તૂટ્યો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 12 August 2020

વલસાડની ઔરંગા નદીમાં આવ્યા ઘોડાપૂર, 8 ગામોનો સંપર્ક તૂટ્યો


વલસાડ, તા. 13 ઓગસ્ટ 2020 ગુરૂવાર 

વલસાડ પંથકમાં વરસાદી માહોલ જામતા જનજીવન ખોરવાયુ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે અહીં લોકમાતા ઔરંગા નદીમાં ઘોડાપુર આવતા તંત્ર એક્શનમાં આવી ગયું છે. 

બીજી તરફ નદીમાં પાણીની આવક વધતા પીઠા અને સારંગપુર વચ્ચેનો ઔરંગા નદીનો બ્રિજ પાણીમાં ગરકાવ થઇ જતા આસપાસના 8 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યાં છે.

મળતી માહિતી મુજબ ,વલસાડ તાલુકાના કાજણ, જૂજવા, સારંગપુર, પીઠા, પદારિયા, કલવાડા જેવા ગામોના લોકો આ બ્રિજનો ઉપયોગ કરે છે. જે બ્રિજ પાણીમાં ગરક થઈ જતા લોકો અટવાયા હતા.

વલસાડના મધુબન ડેમમાં પાણીની આવક વધતા મધુબન ડેમના 2 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. હાલમાં ડેમમાં 31054 ક્યુસેક પાણીની આવક12401 ક્યુસેક પાણીની જાવક હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં તમામ 32 તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ઉમરપાડામાં 7 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે માંડવીમાં 6 ખેરગામમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. 

હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે સવારથી વરસાદ ફરી શરૂ થયો છે. જેમાં 6થી 10 ચાર કલાકમાં વલસાડ જિલ્લાના પારડીમાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે સુરત જિલ્લાના માંગરોળમાં પણ 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. આમ દક્ષિણ ગુજરાતમાં વલસાડથી લઈ સુરત સુધીનો વિસ્તાર જળબંબાકાર બન્યો છે.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fSN4qz

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages