રાપર- માંડવીમાં અડધાથી એક ઈંચ વરસાદઃ અન્યત્ર હળવા છાંટા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 26 July 2020

રાપર- માંડવીમાં અડધાથી એક ઈંચ વરસાદઃ અન્યત્ર હળવા છાંટા

ભુજ, રવિવાર 

છેલ્લા બે દિવસાથી મેઘરાજાની સવારી કચ્છમાં છે ત્યારે ગઈકાલે વાગડ વિસ્તારમાં ઝાપટારૃપે વરસાદ થયો હતો જ્યારે આજે ગાજવીજ સાથે અડાધાથી એક ઈંચ વરસાદ થયો હતો. આજે માંડવીમાં પણ અડાધો ઈંચ વરસાદ થયો હતો. મોડી સાંજે ખાવડા સહિત નજીકના ગામોમાં વરસાદનું જોરદાર ઝાપટુ વરસતા ખરીફ પાકને જીવતદાન મળ્યુ છે.

રાપર તાલુકાના કલ્યાણપર સલારી, શાનગઢ, ફતેહગઢ, ગેડી ,નંદાસર, પ્રાગપર સહિતના ગામોમાં વરસાદના  ઝાપટા પડયા હતા. તાલુકા માથક રાપર ખાતે સાંજે સાડા સાત બાદ વરસાદી ઝાપટા પડયા હતા. જેના લીધે રસ્તાઓ પર પાણી વહી નીકળ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસદી જવા પામી હતી. આજે થયેલા વરસાદના લીધે ચોમાસુ દરમિયાન કરવામાં આવેલા વાવેતરને ફાયદો થશે. ચાતક નજરે વરસાદની રાહજોઈ રહેતા ખેડુતોમાં વરસાદાથી આનંદની લાગણી વ્યાપી ગઈ હતી.  બીજીતરફ, હવામાન ખાતાએાથી મળતી વિગતો મુજબ, માંડવીમાં ૧૪ મિ.મિ. એટલે કે અડાધો ઈંચ વરસાદ જયારે અંજાર અને મુંદરામાં જોરદાર ઝાપટુ વરસ્યુ હતુ. દરમિયાન મોડી સાંજે ખાવડા તેમજ આજુબાજુના હોડકા, ડુમાડો, દિનારા, ધ્રોબાણા વિસ્તારમાં વરસાદ થયો હતો. જેાથી, માલાધારીવર્ગ રાજી થઈ ગયો હતો. પાકને પણ જીવતદાન મળ્યુ હતુ.



from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3geH8ck

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages