મહેસાણા,રાધનપુર,તા.10 ફેબ્રુઆરી 2020, સોમવાર
રાધનપુર નગરના હાઈવે પર આવેલ બે સોસાયટીઓમાં ગત રાત્રિના તસ્કરોએ ત્રણ મકાનના તાળા તોડી ચોરી કરી હતી. શાંતિકુંજ સોસાયટીમાં ચોરી કરવા આવેલા તસ્કરોને ચોકીદારે પડકારતા તસ્કરો ભાગ્યા હતા. જે સોસાયટીના મકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં ઝડપાયા હતા. તમામ તસ્કરો દિવસે સાધુના વેશમાં રેકી કરવા આવ્યા હતા.
રાધનપુર પાલનપુર હાઈવે અંદર આવેલ જગદંબા વાટીકાના મકાન નં.૧૦૨માં રહેતા રમેશચંદ્ર દૂધનાથભાઈ ચૌહાણ જેઓ સમી ખાતે યુજીવીસીએલમાં હેલ્પર તરીકે ફરજ બજાવે છે. તેમની પત્નીને ડીલીવરી પ્રસંગ હોઈ પત્નીને મુકવા તા.૩૦મી જાન્યુઆરીના રોજ મકાનને બંધ કરીને પોતાના વતન ઉત્તર પ્રદેશ ખાતે ગયા હતા. આજ સોસાયટીમાં સામે કુટુંબીક ભાઈ ફાગુનભાઈ રહેતા હોઈ વતનમાં રમેશચંદ્રના મકાનની દેખરેખ રાખતા હતા. પત્નીને વતનમાં મુકી રમેશચંદ્ર પરત આવતા હતા ત્યારે તા.૧૦મી ફેબુ્રઆરીની સવારે પાલનપુર પહોંચ્યા હતા તે વખતે તેમના ફોન પર ફાગુનભાઈનો ફોન આવેલો અને તેમના મકાનનુ તાળુ કોઈએ તોડેલ છે અને દરવાજા બંધ કરેલ છે. પાલનપુરથી તાત્કાલિક રાધનપુર આવેલા મકાન માલિકે તપાસ કરતા મકાનના દરવાજાનુ તાળુ તોડી નાખેલુ હતું. જ્યારે મકાનની અંદર તમામ ચીજવસ્તુઓ વેરણછેરણ પડી હતી. જ્યારે મકાનની અંદર રહેલ તિજોરીનો નકુચો તોડી તિજોરીમાં રહેલ તમામ સામાન વેર-વિખેર હતો. તિજોરીમાં તપાસ રતા અંદર રાખેલા સોના-ચાંદીના દાગીના તથા રોકડ રૃપિયા પાંચ હજાર મળી કુલ રૃપિયા ૪૮,૦૦૦ના મુદ્દામાલની ચોરી થયાનુ માલુમ પડયું હતું. જ્યારે શાતિકુંજમાં તસ્કરોએ એક બંધ મકાનનુ તાળુ તોડી મકાનમાં પ્રવેશીને ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે બીજા બંધ મકાનમાં ચોરી કરવા તસ્કરો દ્વારા તાળુ તોડવાની કોશિશ કરતા હતા ત્યારે સોસાયટીનો ચોકીદાર આવી જતા તસ્કરો અંધારામાં હથિયાર મુકીને ભાગ્યા હતા. તસ્કરો ભાગતા સોસાયટીના ચોકીદારે તસ્કરોનો પીછો કર્યો હતો. પરંતુ તસ્કરો અંધારામાં ઓઝલ થઈ ગયા હતા. પરંતુ મકાન માલિક હાજર ના હોવાને કારણે મકાનમાંથી ખરેખર શું ચોરાયું તે બાબતે હજુ સુધી જાણ થવા પામી ના હતી. જ્યારે શાતિકુંજ સોસાયટીમાં ચોરી કરવાના ઈરાદે આવેલા ચાર જેટલા ઈસમો મોડીરાત્રે ભાગતા સોસાયટીના એક મકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં ઝડપાયા હતા. રાત્રે ચોરી કરવા આવેલા ચારેય તસ્કરો દિવસે આ બન્ને સોસાયટીમાં સાધુવેશમાં ફર્યા હોવાનું સોસાયટીના લોકોએ જણાવ્યું હતું. જેમાં બંધ મકાન બાબતે દિવસે સાધુવેશમાં આવેલા ચાર લોકોએ પુછતાછ કરી હોવાનું પણ સ્થાનીક લોકોએ જણાવ્યું હતું. નગરના હાઈવેની સોસાયટીના બંધ મકાનોને તસ્કરો દ્વારા ટાર્ગેટ કરીને ચોરી કરવામાં આવી હોવાની જાણ થતા રાધનપુર પોલીસે તપાસ હાથ ધરી હતી.
મહેસાણાના અર્બન બેન્ક પાસે ૩ લાખની ચીલઝડપ
બાઈક પર આવેલા બે અજાણ્યા શખસો વેપારીના પૈસા લઈ રફુચક્કર
જિલ્લામાં લૂંટની ઘટનાઓમાં કડી બાદ મહેસાણામાં વધારો થયો છે. જેમાં આજે બપોરે અર્બન બેન્ક પાસે બાઈક પર આવેલા બે અજાણ્યા શખસોએ વેપારીના થેલામાંથી રૃ.૩ લાખની ચીલઝડપ કરી હતી. ઘટનાની બીડીવીઝન પોલીસમાંથી મળતી વિગત મુજબ અર્બન બેન્કમાંથી વેપારી ૩ લાખ ઉપાડી બહાર આવ્યા હતા. તે સમયે જ બાઈક પર આવેલા બે અજાણ્યા શખસોએ વેપારીના ૩ લાખ ભરેલા થેલાની ચીલઝડપ કરી પલભરમાં રફુચક્કર થઈ ગયા હતા. બપોરે બનેલી ઘટનાની ફરિયાદ મોડી સાંજે થતા પોલીસે તપાસ હાથ ધરી છે.
કડીના થોળ રોડ ઉપર ધોળા દિવસે 5 લાખની લૂંટ
કેવશ કોટન ઈન્ડસ્ટ્રીઝના ભાગીદારને આંતરી આરોપીઓએ ઘટનાને અંજામ આપ્યો
કડીના થોળ રોડ પર ધોળા દિવસે કોટન મિલના ભાગીદારને આંતરીને બાઈક ઉપર આવેલા લૂંટારૃઓ તેમની પાસેથી રૃ.પાંચ લાખની રોકડ ભરેલા થેલાની લૂંટ કરીને પલભરમાં ભાગી છૂટયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો. અને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જ્યારે આ અંગે ગુનો દાખલ કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કડી પંથકમાં છેલ્લા ઘણા સમયથી દારૃ-જુગારની પ્રવૃત્તિઓ ઉપરાંત બળાત્કાર, લૂંટ, હત્યા અને છેતરપિંડીના ગુનાઓમાં ચોંકાવનારો વધારો જોવા મળે છે. જેમાં સોમવારે લૂંટની વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે. તેની પ્રાપ્ત વિગત પ્રમાણે કડીના થોળ રોડ પર આવેલ કેશવ કોટન ઈન્ડસ્ટ્રીઝના ભાગીદાર કનુભાઈ કેશવલાલ પટેલ શહેરના ભાવપુરામાં આવેલ અર્બન કોઓપરેટીવ બેન્કમાં બપોરના સુમારે ગયા હતા. અહીંથી તેમણે ખાતામાંથી રૃ.પાંચ લાખ ઉપાડયા હતા અને પૈસા એક થેલામાં મુકી પોતાના બાઈક પર બેસીને કડીથી થોળ રોડ પરની કોટન મિલમાં જઈ રહ્યા હતા. તે વખતે માર્ગમાં આવેલ અંબુજા એક્સપોર્ટ નજીક બે અજાણ્યા બાઈક સવારોએ કનુભાઈને આંતરી ઉભા રખાવ્યા હતા અને તેઓ કંઈ સમજે તે પહેલા હડસેલો મારીને તેમની પાસે રૃ.પાંચ લાખની રોકડ ભરેલ થેલો ઝૂંટવી નાસી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ અહીં આવી પહોંચી હતી અને આરોપીઓનું પગેરૃ મેળવવા તજવીજ શરૃ કરી હતી.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31JmPh5
No comments:
Post a Comment