એકબાજુની બાઉન્ડ્રી 59 મીટરની જ હોઈ ભારતના સ્પિનરોને સહન કરવું પડયું:કોહલી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 1 July 2019

એકબાજુની બાઉન્ડ્રી 59 મીટરની જ હોઈ ભારતના સ્પિનરોને સહન કરવું પડયું:કોહલી


- ધોની-જાધવ વખતે રન બનાવવા કઠીન:ઇંગ્લેન્ડના બોલરોને પણ જશ આપવો જોઇએ

બર્મિંગહામ, તા. 1 જુલાઈ 2019, સોમવાર

ભારતના કેપ્ટન કોહલીએ ઇંગ્લેન્ડ સામેના પરાજય બાદ એ વાતનું આઘાતજનક આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે એજબેસ્ટનના ગ્રાઉન્ડમાં રવિવારે જે મેચ રમાઈ હતી તેમાં એકબાજુની બાઉન્ડ્રી પીચથી માત્ર ૫૯ મીટરના અંતરે જ હતી જ્યારે બીજી બાજુની બાઉન્ડ્રી ૮૫ મીટરની હતી. ઇંગ્લેન્ડના ઓપનરો વિશેષ કરીને બેરસ્ટોએ પણ ૫૯ મીટરની શોર્ટ બાઉન્ડ્રીનો ભરપુર ફાયદો ઉઠાવ્યો અને રન ઝૂડયા હતા. તે પછી રમત આગળ વધતા પીચ પર બોલ ધીમા થઇને આવતા હતા અને ભારતના બેટ્સમેનો માટે રનરેટ પર પકડ મેળવવી આસાન નહોતી.

કોહલીએ કહ્યું કે એક બાજુની શોર્ટ બાઉન્ડ્રીને લીધે ચહલ અને કુલદિપ યાદવને ખુબ સહન કરવું પડયું કેમ કે તેઓ તેમની બોલિંગમાં વિવિધતા નહતા લાવી શક્તા. ચહલની બોલિંગમાં ૧૦ ઓવરોમાં ૮૮ રન ઝૂડાયા અને તેણે એક પણ વિકેટ નહોતી ઝડપી તેવી જ રીતે કુલદિપ યાદવે પણ ૧૦ ઓવરમાં ૭૨ રન આપી ૧ વિકેટ ઝડપી હતી.

તેઓની બોલિંગમાં મોટાભાગના રન શોર્ટ બાઉન્ડ્રીમાં લેવામાં આવ્યા હતા.

બેરસ્ટોએ વર્લ્ડ કપની તેની પ્રથમ સદ ૧૧૧ રન અને રોયે ૬૬ રન નોંધાવી ઓપનિંગની ૧૬૦ રનની ભાગીદારી ૨૨મી ઓવરમાં જ પુરી કરી હતી.

કોહલીએ કહ્યું કે ઇંગ્લેન્ડના બેટ્સમેન રીવર્સ સ્વિપ ફટકારીને છગ્ગો ફટકારે તેવી શોર્ટ બાઉન્ડ્રી હોય તે જરા અજુગતુ લાગે.

કોહલીએ સ્થાનિક આયોજકો સમક્ષ રોષ અગાઉ આ મુદ્દો ઉઠાવ્યો હતો પણ તેઓએ જણાવ્યું હતું કે વર્લ્ડ કપમાં આઈસીસીને હસ્તક અને તેઓની સુચના પ્રમામે જ મેચ યોજાતી હોય છે તેથી તેઓ કંઇ ફેરફાર ના કરી શકે. બેરસ્ટોએ તેના છ છગ્ગામાંથી પાંચ છગ્ગા આ શોર્ટ બાઉન્ડ્રી પર ચહલની બોલિંગમાં ફટકાર્યા હતા.

કોહલીએ ધોની અને જાધવની આખરી પાંચ ઓવરોમાં પડકારની તુલનામાં ધીમી બેટિંગ બાબતે કહ્યું કે બોલ પીચ પડીને રમતના અંતિમ કલાકમાં ધીમા આવતા હતા. બોલને પોઝિશન લઇને બેટની મીડલમાં લાવવા કઠીન બનતું જતુ હતું. આ ઉપરાંત ઇંગ્લેન્ડના બોલરોને પણ જશ આપવો જોઇએ કેમ કે તેઓએ પરફેક્ટ લાઈનલેન્થ પર બોલિંગ નાંખી હતી.



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XKJWYR

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages