નડિયાદમાં પાલિકાની સભામાં સફાઈના કોન્ટ્રાક્ટ મુદ્દે વિપક્ષે હંગામો મચાવ્યો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 28 June 2019

નડિયાદમાં પાલિકાની સભામાં સફાઈના કોન્ટ્રાક્ટ મુદ્દે વિપક્ષે હંગામો મચાવ્યો


નડિયાદ,તા.28 જૂન 2019, શુક્રવાર

નડિયાદ નગરપાલિકાની સામાન્ય સભામાં પાલિકાના સભ્યે જ ભ્રષ્ટાચારના આક્ષેપો કરી નગરપાલિકાને સુપરસીડ કરવાની માંગણી કરી છે. જેમાં તળાવ ઉંડા કરવાના કામમાં લાખોનો ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત શહેરની ગંદકી બાબતે પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. 

આજ રોજ  મળેલ  નડિયાદ નગરપાલિકાની સામાન્ય સભામાં વિરોધ પક્ષના કેટલાંક ચુંટાયેલા સભ્યોએ મુદ્દા આધારિત વિરોધ કરતા ભારે હોબાળો મચ્યો હતો. જેમાં તેઓએ લેખિત રજૂઆત કરી જણાવ્યુ હતું કે થોડા સમય અગાઉ નડિયાદના ઉંડેવાળ તળાવને ખાલી કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે માટે એક કોન્ટ્રાક્ટરને ડ્રેનેજ કામ માટે પ્રતિ કલાક રૂ.૫૧૧ લેખે વાર્ષિક ભાવ મંજુર કરી કામગીરી સોંપવામાં આવી હતી. જો કે આ તળાવ ખાલી કરવા માટે અલગથી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી કામગીરી કરાવવાની હતી. 

તેના સ્થાને ૧૪માં નાણાપંચની ગ્રાન્ટમાંથી આ તળાવ ખાલી કરવાની કામગીરીમાં ખર્ચ કરાયો હોવાના આક્ષેપો મુકવામાં આવ્યા છે. તળાવ ખાલી કરવા માટે કોઈ  ટેન્ડર પ્રક્રિયા કે બોર્ડની મંજૂરી લીધા વગર આ કામગીરી કરવામાં આવી હતી. આથી આ કામ માટે કોન્ટ્રાક્ટરને નાણા નહી ચુકવવાની રજૂઆતમાં માંગણી કરાઈ છે.

તેમજ જે તે જવાબદાર અધિકારી સામે કાયદેસરના પગલાં લેવામાં  આવે અને આ કામના કોન્ટ્રાક્ટરને નાણાં ચુકવાઈ ગયા હોય તો તે જવાબદાર અધિકારી પાસેથી નાણાં વસુલ કરવાની માંગણી કરાઈ છે. આ રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે થોડા દિવસ અગાઉ નડિયાદના ધારાસભ્યે શહેરમાં વધી રહેલી ગંદકી માટે નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખીતમાં રજૂઆત કરી હતી. જેમાં શહેરમાં કામ કરતી સફાઈ એજન્સીની નબળી કામગીરી અંગે જણાવ્યું હતું. 

તેમજ ખેડા જિલ્લા કલેક્ટરે પણ આ અંગે લેખિતમાં નગરપાલિકાને એજન્સીની કામગીરી સારી ન હોવાથી એજન્સીને રદ કરવા માટે જણાવ્યું હતું. જિલ્લા કલેક્ટર અને ધારાસભ્યની રજૂઆતો છતાં ફીરીથી નગરપાલિકાએ આ જ એજન્સીને સફાઈ કોન્ટ્રાક્ટ આપ્યો હોવાનું રજૂઆતમાં જણાવેલ છે. 

તેમાં આક્ષેપ મુકવામાં આવ્યા છે કે કોઈની ભલામણથી સફાઈ કોન્ટ્રેક્ટ ફરી તે જ એજન્સીને આપવામાં આવ્યો છે. આથી નગરપાલિકાને સુપરસીટ કરવા રજૂઆતમાં માંગણી કરવામાં આવી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31ZCet9

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages