
નવી દિલ્હી, તા.14 મે, 2019, મંગળવાર
આર્થિક સંકટમાં ઘેરાયેલી જેટ એરવેઝને આજે એ વખતે મોટો ઝટકો લાગ્યો હતો જ્યારે તેના મુખ્ય નાણાકીય અધિકારી અમીત અગ્રવાલે પણ રાજીનામું આપ્યું હતું. કંપની તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ અગ્રવાલે અંગત કારણોસર રાજીનામું આપ્યું હતું. ૧૩મેથી જ તેમનું રાજીનામું અમલી બન્યું હતું. આ સાથે જ એક મહિનામાં જેટ એરવેઝ છોડનાર અગ્રવાલ ચોથી ઉચ્ચ અધિકારી બન્યા હતા.
અગાઉ ડિરેકટર ગૌરાંગ શેટ્ટી, સ્વતંત્ર ડિરેકટર રાજશ્રી પાથી અને કાર્યકારી ડાયરેકટર નસીમ ઝૈદી પણ કંપનીમાંથી રાજીનામું આપી ચૂક્યા હતા.ઉલ્લેખનીય છે કે ઝૈદી તો દેશના મુખ્ય ચૂંટણી કમિશનર રહી ચૂક્યા હતા. અગ્રવાલ પહેલાં ગોરાંગ શેટ્ટીએ પણ અંગત કારણોસર કંપની છોડી હતી. તેમણે ૨૩ એપ્રિલે રાજીનામું આપેલું. તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી એરલાઇનમાં વિવિધ હોદ્દાઓ પર કામ કરતા હતા.
હવે જેટ એરવેઝના બોર્ડ ઓફ ડીરેકટરમાં માત્ર ત્રણ જ ડિરેકટરો રહ્યા છે જેમાં રોબિન કામાર્ક, અશોક ચાવલા અને શરદ શર્માનો સમાવેશ થાય છે. તો કંપનીના મુખ્ય સંચાલક નરેશ ગોયલે તો પહેલાં જ રાજીનામું આપ્યું હતું. તેમના પત્નીએ ગઇ વખતની બોર્ડની બેઠકમાં જ રાજાનામું આપ્યું હતું.ત્યાર પછી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નેતૃત્વમાં ધિરાણકર્તાઓએ કંપનીનું સંચાલન પોતાની પાસે લઇ લીધું હતું. હાલમાં જેટ એરવેઝ પર રૃપિયા ૮૦૦૦ કરોડનું દેવું છે. અગાઉ કંપનીના ૨૦,૦૦૦ કર્મચારીઓને પગાર માટે મુશ્કેલી ઊભી થઇ હતી. દરમિયાન એપ્રીલથીજ જેટના વિમાનો ઉડતા બંધ થઇ ગયા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Hh8fEG
No comments:
Post a Comment