બેનેડિક્ટ કમ્બરબેચને સામ મેન્ડિસે સાઇન કર્યો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 1 April 2019

બેનેડિક્ટ કમ્બરબેચને સામ મેન્ડિસે સાઇન કર્યો


લોસ એંજલ્સ તા.30 માર્ચ 2019, શુક્રવાર

પ્રથમ વિશ્વયુદ્ધની કથા કહેતી સામ મેન્ડિસની ફિલ્મ 191૭ માટે બેનેડિક્ટ કમ્બરબેચને સાઇન કરવામાં આવ્યો હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.

અત્યાર અગાઉ આ ફિલ્મ માટે કોલીન ફર્થ, રિચર્ડ મેડન, માર્ક સ્ટ્રોન્ગ અને એન્ડ્ર્યુ સ્કોટ પણ સાઇન થઇ ચૂક્યા હતા. આ એક એક્શન થ્રીલર છે એવું કહેવાની ભાગ્યેજ જરૂર છે.

પહેલી એપ્રિલથી આ ફિલ્મ ઇંગ્લેંડ અને સ્કોટલેન્ડમાં ફ્લોર પર જશે એવી જાહેરાત ડ્રીમવર્ક્સ પિક્ચર્સ અને યુનિવર્સલ પિક્ચર્સે કરી હોવાનું વેરાયટી ડૉટ કોમના એક અહેવાલમાં જણાવાયું હતું.

ક્રિસ્ટી વિલ્સન કેઇર્ન્સ અને મેન્ડિસે પોતે સ્ક્રીપ્ટ તૈયાર કરી છે. આ ફિલ્મમાં બ્રિટિશ સૈનિકોની વાત વધુ વણી લેવામાં આવી છે. સ્ટીવન સ્પીલબર્ગની ડ્રીમવર્ક્સ પિક્ચર્સ એના પ્રસ્તુતકર્તા છે અને મેન્ડિસ પોતે એના નિર્માતા છે એમ પણ આ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WvjXAo

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages