ભારતીય ટીમે સૈનિકો જેવી કેપ પહેરી:પાક. ICCમાં ફરિયાદ કરશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 10 March 2019

ભારતીય ટીમે સૈનિકો જેવી કેપ પહેરી:પાક. ICCમાં ફરિયાદ કરશે


- શહીદ થયેલા ભઇઁખના જવાનોને શ્રદ્ધાંજલી આપવા ભારતીય ક્રિકેટરો રાંચીમાં સૈનિકો જેવી કેપ પહેરી ઉતર્યા હતા

દુબઈ, તા.9 માર્ચ 2019, શનિવાર

પુલવામામાં થયેલા આંતકી હુમલામાં શહીદ થયેલા ૪૦થી વધુ સીઆરપીએફના જવાનોને શ્રદ્ધાંજલી આપવા અને સૈન્ય તરફ આદરની લાગણી બતાવવા માટે ભારતીય ક્રિકેટરો ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન ડેમાં  આર્મી જેવી કેપ પહેરીને રમવા ઉતર્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમે સૈન્ય તરફ બતાવેલા આદરની સામે ઓસ્ટ્રેલિયન ટીમે કોઈ વિરોધ વ્યક્ત કર્યો નહતો. જોકે પાકિસ્તાનના પેટમાં તરત દુઃખાવો થયો હતો. 

પાકિસ્તાને આ અંગે આઇસીસીને ભારત સામે પગલા લેવા જણાવ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીને ટાંકીને પાકિસ્તાનું મીડિયા જણાવે છે કે, દુનિયાએ જોયું કે, ભારતીય ક્રિકેટરો તેમના ટીમના ડ્રેસની કેપને બદલે મિલિટરી કેપ પહેરીને રમવા ઉતર્યા હતા. શું આઇસીસીએ આ જોયું ? પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ મુદ્દો ઉઠાવે તેની રાહ આઇસીસીએ જોવાની ન હોય. આઇસીસીની એ જવાબદારી બને છે કે, તેઓ આ મામલે નોંધ લે. 

પાકિસ્તાનના ઈન્ફર્મેશન મંત્રી ફવાદ ચૌધરીએ ટ્વિટ કર્યું હતુ કે, આ કંઈ ક્રિકેટ નથી. જો ભારતીય ટીમ આમ કરવાનું બંધ નહિ કરે તો પાકિસ્તાન ક્રિકેટ ટીમે પણ કાશ્મિરમાં ભારતની કાર્યવાહી તરફ દુનિયાનું ધ્યાન ખેંચવા કાળી પટ્ટી બાંધીને ઉતરવું જોઈએ. તેમણે પાકિસ્તાન બોર્ડને આ મામલે ફરિયાદ કરવા અપીલ કરી હતી.

દરમિયાન પાકિસ્તાનના ચીફ સિલેક્ટર અને ભૂતપૂર્વ કેપ્ટન ઈન્ઝમામે આ અંગે કોમેન્ટ કરવાનો ઈનકાર કરતાં કહ્યું હતુ કે, હું એક ક્રિકેટર છું અને ક્રિકેટ એ મારુ કામ છે. આ બધું રાજકારણ છે. હું તેમાં પડવા માંગતો નથી.




from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TppSdf

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages